Vachnamrut  In Gujarati (વચનામ
  • 4.9

Vachnamrut In Gujarati (વચનામ

  • Latest Version
  • Gujju LokSahitya

વચનામૃત

About this app

વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની સ્વમુખની વાણીનો ગ્રંથ છે. વચનામૃત એટલે વચનરૂપી અમૃત - જેમ અમૃતથી અમર થવાય છે, તેમ ભગવાનની વાણી જન્મમરણથી રહિત કરનારી અને શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવી છે. આ ગ્રંથ મહદ્અંશે પ્રશ્નોત્તરી શૈલીનો ગ્રંથ છે.
વચનામૃત એ સ્વામિનારાયણ ભગવાનની ઉપદેશવાણીનો પ્રશ્નોત્તરી શૈલીનો અતિપ્રસિદ્ધ અધ્યાત્મ ગ્રંથ છે. આ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાન અને તેમના આશ્રિત સંતો અને સદ્ ગૃહસ્થો વચ્ચે થયેલી આધ્યાત્મિક જ્ઞાન ગોષ્ઠીને સંગ્રહિત કરવામાં આવી છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના અંગત સેવક શ્રી શુકાનંદ સ્વામી આ ચાર સંતોએ મળીને આ ગ્રંથનું સંપાદન કર્યું છે અને તે સંપાદન પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને માન્ય કરેલું છે. આમાં અનાદિના મૂળભૂત પાંચ તત્ત્વો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, ભગવાનનું સ્વરૂપ, બ્રહ્માંડોની રચના, આત્મા-પરમાત્માનું જ્ઞાન, ભગવાનને પામવા માટેના સાધનોનો, ભગવાનને પામવા માટે સત્પુરુષની અનિવાર્યતા વગેરે મુદ્દાઓનો નું વર્ણન કરવામાં આવ્યુ છે.

એપ માં સમાવિષ્ટ વચનામૃત ::
૧ ગઢડા પ્રથમ
૨ સારંગપુર
૩ કરિયાણી
૪ લોયા
૫ પંચાળા
૬ ગઢડા મધ્ય
૭ વડતાલ
૮ અમદાવાદ
૯ ગઢડા અંત્ય
૧૦ વધારાનાં
૧૧ પરથારો

વિશેષતા ::
મુશ્કેલ શબ્દો પ્રાદેશિક, શાસ્ત્રીય અને દાર્શનિક શબ્દો જે વધુ સ્પષ્ટતાની જરૂર પડી શકે છે તે સરળ શબ્દોમાં સમજાવવામાં આવેલ છે.