Bhagavad Gita in Gujarati

Bhagavad Gita in Gujarati

  • Última versión
  • Had Party

Aplicación Shrimad Bhagavad Gita en gujarati

Acerca de esta aplicación

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે.
ગીતા હિંદૂ ધર્મ ગણાતો હોવા છત્તા એ ફક્ત હિંદૂ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધુ છે. ગીતા માનવને - પૃથ્વીના પુત્રને સંબોધીને કહી છે. હિંદૂ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.

ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે.

ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન.

મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનુ વિહંગાવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગભરાઇ જઇ યુદ્ધ ના કરવાના વિચારો કરવા લાગ્યો. .. અને કોઇ જ માર્ગ ન સુઝતા કૃષ્ણને માર્ગદર્શન. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતાના અઢારમાં અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મે તને બતાવ્યુ હવે તારે જે પ્રમાણે વર્તવુ હોય તે મુજબ કર. આમ ગીતા કોઇ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશુ કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિસ્વાતંત્ર્ય આપે છે.

ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

Puede compartir fácilmente sus shloks Shrimad Bhagavad Gita favoritos con su familia y amigos usando las redes sociales como Twitter, Facebook y WhatsApp, y las funciones de invitación inteligente.

◆ Todos los 700 shloka sánscrito con traducción gujrati
◆ Comparte tu gita gujrati shloka favorita con tus amigos
◆ También puedes leer bhagavad gita aarti, bhagavad gita mahatmya y bhagavad gitasaar

ગીતામાં કુલ ૧૮ અધ્યાય છે.

૧ અર્જુનવિષાદ યોગ
૨ સાંખ્ય યોગ
૩ કર્મયોગ
૪ જ્ઞાનકર્મસંન્યાસ યોગ
૫ કર્મસંન્યાસ યોગ
૬ આત્મસંયમ યોગ
૭ જ્ઞાનવિજ્ઞાન યોગ
૮ અક્ષરબ્રહ્મ યોગ
૯ રાજવિદ્યારાજગુહ્યયોગ
૧૦ વિભૂતિ યોગ
૧૧ વિશ્વરૂપદર્શન યોગ
૧૨ ભક્તિ યોગ
૧૩ ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ
૧૪ ગુણત્રયવિભાગ યોગ
૧૫ પુરૂષોત્તમ યોગ
૧૬ દૈવાસુરસંપદ્વિભાગ યોગ
૧૭ શ્રદ્ધાત્રયવિભાગ યોગ
૧૮ મોક્ષસંન્યાસ યોગ

Versiones Bhagavad Gita in Gujarati